પુલવામામાં મોડીરાત્રે ઘરમાં ઘુસીને SPOની કરી હત્યા, પત્ની-દીકરીનું પણ મોત

હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

 જમ્મુમાં ડ્રોન હુમલાના 24 કલાકની અંદર જ આતંકીઓએ કાશ્મીરના પુલવામામાં પૂર્વ સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ફૈયાઝ અહેમદની ગોળી મારીને હત્યા કરી છે. પુલવામામાં અવંતીપુરાના હરિપરિગામ નામના ગામમાં આતંકીઓ ફૈયાઝ અહેમદના ઘરમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. 

આતંકીઓના અંધાધૂંધ ફાયરિંગમાં ફૈયાઝનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું અને પત્ની તથા પુત્રી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર દરમ્યાન તેમનું પણ મોત નિપજ્યું છે. પોલીસના જણાવ્યાં મુજબ શહીદ ફૈયાઝ અહેમદના પત્નીએ પણ સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યો. 

અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ રાતે લગભગ 11 વાગે પુલવામાના અવંતીપુરા વિસ્તારમાં હરિપરિગામમાં પૂર્વ એસપીઓ ફૈયાઝ અહેમદના ઘરમાં ઘૂસી ગયા અને પરિવાર પર ગોળીઓ ચલાવી. પોલીસના જણાવ્યા મુજબ વિસ્તારને ઘેરી લેવાયો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. 

હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી પોલીસે હુમલાખોરોની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ બેથી ત્રણ આતંકીઓએ આ હુમલાને અંજામ આપ્યો અને ભાગી છૂટવામાં સફળ રહ્યા છે. હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. છેલ્લા કેટલાક સમયથી કશ્મીરના જુદા- જુદા વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. તાજેતરમાં જ શ્રીનગરમાં બે જગ્યાઓએ બે પોલીસ કર્મચારીઓને નિશાન બનાવી તેની હત્યા કરી દીધી હતી. મધ્ય કશ્મીર અને દક્ષિણ કશ્મીરમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. આવી ઘટનાઓને DRF સંગઠનનો હાથ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

 61 ,  1