શ્રીસંત પોતાની દીકરી સાથે રમ્યો ક્રિકેટ, Viral Video

ઈન્ડિયન ક્રિકેટ ટીમ માટે રમી ચૂકેલા અને રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લઈ ચૂકેલા શ્રીસંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમની દીકરી સાંવિકા જોવા મળે છે. વીડિયોમાં સાંવિકાનો ક્રિકેટ અંદાજ ફેન્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવ્યો છે. આ ક્યૂટ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પંસદ અને શેર કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં શ્રીસંત તેની દીકરી સાથે ક્રિકેટ રમતા નજરે આવી રહ્યો છે. ફેન્સ આ વીડિયો જોઈને અંદાજ લગાવી રહ્યા છે કે શ્રીસંતની દીકરી ભવિષ્યમાં મહિલા ક્રિકેટ ટીમમાં જોડાશે અને દેશ માટે ક્રિકેટ રમશે. વીડિયો પોસ્ટ કરતા શ્રીસંતે કેપ્શનમાં લખ્યું કે આ દીકરી સાંવિકાનું પહેલું પ્રેક્ટિસ સેશન હતું.

પ્રેક્ટિસ દરમિયાન શ્રીસંત બોલિંગ કરી રહ્યો છે જ્યારે સાંવિકા જોરદાર શોટ લગાવતી નજરે આવી રહી છે. પિતા સાથે ક્રિકેટ રમતી વખતે દીકરી સાંવિકા ખૂબજ ખૂશ નજરે આવી રહી છે.

 34 ,  3