…ખાલી 10 લાખ રૂપિયા માટે આવું શું કામ કરૂ..?

2013 સ્પોટ ફિક્સિંગ કૌભાંડના આરોપ પર શ્રીસંતનું નિવેદન,

PL 2013માં ઉદ્ભવેલી સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં ફસાયેલા ઝડપી બોલર એસ. શ્રીસંતને હવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તેના પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. અને હવે તે ફરીથી ક્રિકેટ રમવા માટે મુક્ત છે. પરંતુ આ બધાની વચ્ચે, એક મીડિયા ઇન્ટરવ્યુમાં શ્રીસંતે 2013 ના સ્પોટ ફિક્સિંગના સમગ્ર મુદ્દે ખુલીને વાત કરી છે.

તેમણે તેમાંથી ઉદ્ભવતા સંજોગોને મૃત્યુ સમાન ગણાવ્યા. એમ પણ કહ્યું કે, તે 10 લાખ રૂપિયા માટે આવું શુ કામ કરશે? તેણે મીડિયા રિપોર્ટસનુસાર કહ્યું હતુ કે, જ્યારે હું એક પાર્ટી કરું છું ત્યારે 2-2 લાખ રૂપિયાનું બિલ આવે છે. તેણે આ સમગ્ર ફિક્સિંગ એપિસોડમાંથી નિર્દોષ જાહેર થવા પાછળ લોકોની પ્રાર્થનાની અસર જણાવી હતી.

IPL 2013 દરમિયાન સ્પોટ ફિક્સિંગમાં રાજસ્થાન રોયલ્સના કેટલાક ખેલાડીઓના નામ આવ્યા ત્યારે ક્રિકેટમાં ભૂકંપ આવ્યો હતો. તે કિસ્સામાં શ્રીસંતનું નામ સૌથી વધુ સામે આવ્યું. જે બાદ તેના પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકાયો હતો, અને તેને જેલમાં જવું પડ્યું હતું. જો કે, હવે તે સ્પોટ ફિક્સિંગના આરોપોમાંથી મુક્ત થઈ ગયો છે. ક્રિકેટ ના રમવા નો તેના પર લાદવામાં આવેલ પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો છે. જે બાદ શ્રીસંત પણ કેરળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા જોવા મળ્યો હતો.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી