શ્રીલંકાએ જીત્યો ટોસ, બોલિંગનો કર્યો નિર્ણય

કેનિંગ્ટન ઓવલના મેદાન પર આઈસીસી વિશ્વ કપ-2019ની 20મી મેચમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા આમને-સામને છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. નાથન કૂલ્ટર નાઇલના સ્થાને જેસન બેહરનડોર્ફને તક આપી છે. જ્યારે શ્રીલંકાએ લકમલના સ્થાને મિલિંદા સિરિવર્દનાને તક આપી છે.

ઓસ્ટ્રેલિયા માટે ઓપનર ડેવિડ વોર્નર શાનદાર ફોર્મમાં છે અને બે અડધી સદી તથા એક સદી ફટકારી ચુક્યો છે. કેપ્ટન એરોન ફિન્ચ પાસેથી પણ ટીમને મોટી ઈનિંગની આશા હશે. જ્યાં સુધી શ્રીલંકાની વાત છે તો તેના માટે બેટિંગ ચિંતાનો વિષય છે. તેવામાં મિશેલ સ્ટાર્ક એન્ડ કંપનીની સામે તેના બેટ્સમેનોની પરીક્ષા થશે. શ્રીલંકા તરફથી માત્ર કેપ્ટન દિમુથ કરૂણારત્ને અને કુસલ પરેરા થોડું યોગદાન આપી શક્યા છે.

ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી અફઘાન, વિન્ડીઝ તથા પાકિસ્તાનને પરાજય આપ્યો છે અને તેનો ભારત સામે પરાજય થયો હતો. બીજી તરફ શ્રીલંકાનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયા બાદ તેણે અફઘાનિસ્તાન સામે સંઘર્ષપૂર્ણ વિજય હાંસલ કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની મેચ વરસાદના કારણે રદ થઇ હતી. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેના મુકાબલામાં પણ વરસાદની સંભાવના છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી