મલિંગાની ધારદાર બોલિંગ, શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝને 23 રને હરાવ્યું

વર્લ્ડકપની 39મી મેચમાં ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝને 23 રને હરાવ્યું છે. વેસ્ટઇન્ડીઝે ટૉસ જીતીને શ્રીલંકાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતુ.

પહેલા બેટિંગ કરતા શ્રીલંકાએ અવિષ્કા ફર્નાન્ડોનાં 104 રનની મદદથી 50 ઑવરમાં 6 વિકેટે 338 રન બનાવ્યા છે. જેના જવાબમાં વેસ્ટઇન્ડીઝની ટીમે 50 ઑવરમાં 9 વિકેટે 315 રન બનાવ્યા હતા.

વેસ્ટઇન્ડીઝ તરફથી 339 રનનાં પડકારનો પીછો કરવા દરમિયાન નિકોલસ પૂરને 118 અને ફેબિઅન એલેને તાબડતોડ 51 રન બનાવ્યા હતા.

વેસ્ટઇન્ડીઝનો સ્કોર એક સમયે 84 રન પર 4 વિકેટ હતો. શ્રીલંકા તરફથી મલિંગાએ 3 અને કાસુન રજિથા, જેફ્રી વન્ડર્સે અને એન્જેલો મેથ્યૂસે 1-1 વિકેટ ઝડપી હતી.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી