શ્રીનગર: સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર સહિત બે આંતકીને ઠાર માર્યા

ડ્રોન હુમલા બાદ સૈન્યનું મોટું ઓપરેશન

શ્રીનગરના પારિંપોરામાં મલહોરા વિસ્તારમાં સોમવારે સાંજથી મોડી રાત સુધી આંતકીઓ સાથે સુરક્ષાદળોના જવાનો વચ્ચે જોરદાર અથડામણમાં થઈ હતી. જેમાં સૈન્યને બે આતંકીને ઠાર મારવામાં મોટી સફળતા મળી છે. બીજી બાજુ આ અથડામણમાં સીઆરપીએફના એક અધિકારી સહિત બે જવાન ઘાયલ થયા છે. ઠાર કરવામાં આવેલા આંતકીમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર નદીમ અબરાર અને બીજો પાકિસ્તાનના આંતકીના ધરબી દીધો છે. એટલું જ નહીં આંતકી પાસેથી AK-47 રાઈફલ મળી આવી છે.

જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જે દરમ્યાન એક ઘરમાં છુપાયેલા તેના સાથીએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એમાં CRPFના 3 જવાન અને અબરારને ઈજા થઈ હતી. જવાબી કાર્યવાહીમાં અબરારના સાથીનું મૃત્યુ થયું. પછીથી અબરારે પણ જીવ ગુમાવ્યો.

અવંતિપોરાના હરિપરિ ગામમાં રહેનાર એસપીઓ ફૈયાઝ અહમદના ઘરમાં રવિવારે રાતે લગભગ 11 વાગ્યે કેટલાક હથિયારધારી લોકો જબરદસ્તીથી ઘૂસી પરિવાર પર અંધાધૂધ ફાયરિંગ કરી દીધુ હતું આ હુમલામાં અહમદ સિવાય તેમની પત્ની રાજા બાનો અને પુત્રી રાફિયા ગંભીર રીતે ઘાયલ થયા. થોડીવાર પછી અહમદ અને તેમની પત્નીએ જીવ ગુમાવ્યો.

 52 ,  1