રાજકોટ: SRP જવાને કર્યો આપઘાતનો પ્રયાસ, સર્વિસ ગનમાંથી મારી ગોળી

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ફરજ બજાવતા એસઆરપી જવાને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જવાને પોતાની સર્વિસ ગનમાંથી જાતે જ ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતના પ્રયાસ બાદ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

યુવક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિજિલન્સ શાખામાં ફરજ બજાવે છે અને મૂળ જૂનાગઢનો રહેવાસી છે. જો કે કયા કારણોસર જવાને આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.

હાલ યુવક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સર્વિસ ગનમાંથી ફાયર થયેલી ગોળી યુવકના પેટમાં આરપાર નીકળી ગઈ હતી.

 51 ,  3