ST ડ્રાઈવર-કંડક્ટરને દિવાળી પહેલા મળ્યા Good News, સરકારે વધાર્યો ગ્રેડ પે

રાજ્યના STના ડ્રાઇવર-કંડક્ટરોની દિવાળી સુધરી

ગુજરાતના એસટી કર્મચારીઓને સરકારે મોટી દિવાળી ભેટ આપી છે. એસટીના ડ્રાઈવર કંડકટરના ગ્રેડ પે વધારો કરવા ઓફિશિયલ ઠરાવ થયો છે. થોડા દિવસ પહેલાં આંદોલન સમયે સરકાર સાથે નક્કી થયુ હતું. ડ્રાઈવરને 1800ના બદલે 1900 જ્યારે કંડકટરને 1650ના બદલે હવેથી 1800 ગ્રેડ પે ગણાશે. 1 નવેમ્બરથી આ સુધારો અમલી બનશે. કોઈ પણ એરીયર કે ઈજાફા ગણવાના રહેશે નહી.

પોલીસ ગ્રેડ પેને લઈને થઈ રહેલા આંદોલન મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા  પ્રેસ કૉન્ફ્રરન્સ કરવામાં આવી છે. રાજ્ય પોલીસવડા આશિષ ભાટીયા દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી છે. પોલીસના પ્રશ્નોના ઉકેલ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરી છે. સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ મૂકવાના ચાર કેસ દાખલ કરાયા છે. શિસ્ત વિરુદ્ધની પ્રવૃતિ ન કરવા ડીજીપીએ અપીલ કરી છે. 

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી