અ’સલામત’ સવારી: અમરેલીના ખાંભા ગામ નજીક ST બસ પુલ પર લટકી, 7ને ઇજા

બગદાણા-બગસરા રૂટની જીજે 18 ઝેડ 0674 નંબરની એસટી બસના ચાલક ભગુભાઇ ડી. બસિયાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ખાંબાના જીવાપર કાતર ગામને જોડતા પુલ પર લટકી ગઇ હતી. આ ઘટનાથી મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા.

એસ.ટી.બસમાં કુલ 30 ઉપરાંત મુસાફરો હતા, તેમા સાત જેટલા મુસાફરોને સામાન્ય નાની મોટી ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે.

આ અકસ્માતની જાણ થતા જ ખાંભા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એસ.ટી.બસ.ડ્રાયવર નશો કરેલી હાલતમાં હોવાની મુસાફરોએ આશંકા વ્યક્ત કરી છે.

બસમાં 30 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં 7ને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અગાઉ એક રેતી ભરેલું ટ્રેક્ટર અને બેલા ભરેલું એક ટ્રેક્ટર પણ પુલ પરથી નીચે ખાબક્યું હતું.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી