September 28, 2020
September 28, 2020

ધોરાજી-જૂનાગઢ હાઇવે પર બસ અને કાર વચ્ચે ટક્કર, બે લોકોના મોત

  ST બસ અને ઇન્ડિકા કાર વચ્ચે ધોરાજીના તોરણીયા પાટીયા પાસે સર્જાયો અકસ્માત

ધોરાજી-જૂનાગઢ હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર એક યુવક યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી વિગત મુજબ, ધોરાજીના તોરણિયા પાટિયા પાસે દુર્ઘટના સર્જાઇ હતી.

જૂનાગઢથી જામનગર રૂટની એસટી બસ સાથે કાર ટકરાઈ હતી. એસટી બસમાં બેઠેલા 20 જેટલા મુસાફરોને પણ નાની-મોટી ઇજાહ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે જૂનાગઢથી જામનગર જતી એસ.ટી. બસ અને ઇન્ડિકા કાર વચ્ચે ધોરાજીના તોરણીયા પાટીયા પાસે અકસ્માત થયો હતો. કાર ચાલક જેતપુરના હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે અન્ય બે લોકોને 108ની મદદથી ધોરાજી સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે.

અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે લોકોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

 100 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર