September 19, 2020
September 19, 2020

ગોંડલમાં અંડરબ્રિજમાં ફસાઈ ST બસ : JCB દ્વારા બસને બહાર કઢાઈ, Video વાયરલ

અંડરબ્રિજમાં ST બસ ફસાઈ જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા

છેલ્લા 4-5 દિવસથી સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને અમરેલી પંથકમાં વરસાદ પડ્યો છે. સતત મેઘમહેરના કારણે સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીર આવ્યા છે. તો આ તરફ ગોંડલમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ત્યારે ગોંડલ-ઉમવાળા અંડરબ્રિજમાં એસટી બસ ફસાઈ જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

વીડિયોમાં જોઇ શકાય છે કે બસ બંધ પડી જવાથી મુસાફરોને જીવનું જોખમે છાતીસરસા પાણીમાં બસમાંથી બહાર નીકળી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીના કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. અંડરબ્રિજમાં વધારે પાણી ભરાઈ ગયું હતું તો પછી વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાની ફરજ તંત્રની હોય છે. પરંતુ આ અંડરબ્રિજ બંધ ન કરાતા મુસાફરોને સવાર-સવારમાં જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ફસાયેલી બસ ગોંડલ પાવાગઢ રૂટની ST બસ હતી. તંત્ર દ્વારા યુધ્ધને ધોરણે બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. JCB દ્વારા બસને બહાર કાઢવામાં આવી હતી. મુસાફરોને સહિસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

ગુજરાતમાં મેઘમહેર જારી છે. આજે પણ રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ રાજકોટના ગોંડલમાં નોઁધાયો છે. રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. અન્ય તાલુકામાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. જામકંડોરણામાં 32 મિમિ, ઉપલેટામાં 30 મિમિ, જસદણ અને લો. જ્યારે અમદાવાદના ધોલેરામાં 26 મિમિ વરસાદ ખાબક્યો છે. ગઈકાલે રાજ્યનો સૌથી વધુ વરસાદ સુરતના માંડવીમાં 8 ઈંચ નોંધાયો હતો.

 285 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર