હડતાળ મોકૂફ : ST નિગમના કર્મીઓએ માસ સીએલ પર જવાનો નિર્ણય પરત લીધો

સરકારે તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની હૈયાધારણા આપી

ST નિગમના ત્રણેય સંગઠનોએ સરકાર સાથેની બેઠક બાદ માસ સીએલ પર જવાની જાહેરાતને પરત લીધી છે. વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓએ ત્રણેય સંગઠનના પ્રતિનિધિઓ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હૈયાધારણ આપી છે. જેને લઈ માસ સીએલ પર જવાનો નિર્ણય પરત લેવાયો છે.

ST નિગમના કર્મચારીઓના ફિક્સ પગારમાં 16 હજાર પગાર ચૂકવવામાં આવે છે, જે મોટી અસમાનતા છે. આ સિવાય નિગમના નિવૃત્ત થતા કર્મચારીઓને 240 રજાનું રોકડમાં રૂપાંતર, એસટી અને કંડકટરના નાઈટ એલાઉન્સમાં હાલ માત્ર 100 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 150 રૂપિયા કરવામાં આવે તેવી નિગમ માંગ કરવામાં આવી રહી છે.

આ સિવાય લેબર વિભાગ સાથે થયેલ કરાર પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવે. એસ.ટી નિગમના સંગઠનોની માંગ છે કે વર્ષ 2018 બાદ ભરતી થયેલ કંડકટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે.

ગુજરાત રાજ્ય એસટી નિગમના 45 હજાર કર્મચારીઓનાં પડતર પ્રશ્નોનું અંગે છેલ્લા પખવાડિયા કરતા વધુ સમયથી ચાલી રહેલી કર્મચારીઓની લડત નિર્ણાયક તબક્કે આવી ગઇ હતી અને એસટી કર્મચારીઓનાં ત્રણ યુનિયનોની બનેલી સંકલન સમિતિ દ્વારા ગઇકાલે મધરાતે 12 વાગ્યાથતી 8 હજાર બસોના પૈડા થંભાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી