ઉત્તર ગુજરાત યુનિ.ની આજથી પ્રથમ રાઉન્ડની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ

કોરોના મહામારી વચ્ચે સંક્રમણ વધે નહીં તેવા હેતુથી પાટણ ઉત્તર ગુજરાત યુનિ. દ્વારા યુજીસીની ગાઈડ લાઇન મુજબ સ્નાતક અને અનુસ્નાતકના અભ્યાસ ક્રમોની ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યા છે. જેમાં માર્ચ-જૂન 2020માં લેવાનારી પરીક્ષાઓ પૈકી આજે પ્રથમ રાઉન્ડમાં વિવિધ વિદ્યાશાખાની 26 જેટલી પરીક્ષાઓનો ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમામે, સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે આવી પરિસ્થિતિ વચ્ચે શાળાઓ અને કોલેજો પણ બંધ રાખવાની ફરજ પડી છે, ત્યારે વર્ષ દરમ્યાન મહત્વની ગણાતી પરીક્ષાઓ લેવા મામલે અનેક પ્રયાસો વચ્ચે હવે કોલેજના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની યુજીસીની ગાઈડ લાઇન મુજબ પરીક્ષા ઓન લાઇન લેવાનું ઉત્તર ગુજરાત યુનિ.એ નક્કી કર્યું છે અને તે મુજબનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

માર્ચ – જૂન 2020માં લેવાતી 59 પરીક્ષાઓ પૈકી આજથી પ્રથમ રાઉન્ડમાં 26 જેટલી વિવિધ વિધાશાખાઓની 3 સેશનમાં MCQ પદ્ધતિથી ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પરીક્ષામાં કુલ 1263 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે ઘરે બેઠા બેઠા વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર