ચોમાસું સત્રઃ આજથી ગુજરાત વિઘાનસભાના બે દિવસના સત્રનો પ્રારંભ

ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ કસોટી થશે

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ થશે. બે દિવસના સત્રમાં ચાર સરકારી બિલ રજૂ કરવામાં આવશે. આ ચોમાસું સત્ર દરમિયાન ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ કસોટી થશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં આ ચોમાસુ સત્ર અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

વિધાનસભામાં સૌ પ્રથમ એનઆરઆઈને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવા માટે ગુજરાત પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોલેજિસ એન્ડ ઈન્સ્ટિટયૂશનને લગતા કાયદામાં સુધારો સૂચવતું વિધેયક રજૂ કરવામાં આવશે. તે સિવાય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણ મુજબ હાલના કાયદામાં સુધારો કરવા માટે વિધેયક લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ જ રીતે ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોને પ્રાઈવેટ યુનિવર્સિટીઓના એફિલિયેશનમાંથી દૂર કરવા માટે પ્રાઈવેટ યુનિવર્સિટી એમેન્ડમેન્ટ બિલ પણ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. તેમજ પાર્ટનરશીપ એક્ટમાં સુધારો સૂચવતું અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે અરજી કરવાની જોગવાઈ કરતા વિધેયક અંગે પણ વિધાનસભાના સત્રમાં ચર્ચા કરવામાં આવશે.

સત્રની કાર્યવાહીની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ મૂકશે અને પછી સર્વાનુમતે તેમની વરણી થશે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પ્રથમવાર વિધાનસભાના અધ્યક્ષપદે મહિલા ચૂંટાઈ આવશે. બીજી તરફ કોંગ્રેસ કોવિડ મહામારીમાં સરકારની બેદરકારી, કોવિડ મૃતકો પરિવારજનોને 4 લાખની સહાય, તૌકતે વાવાઝોડાની સહાય, બેરોજગારી સહિતના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી