સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કાની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિની ફરીયાદોની ભારે બૂમ ઉઠી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કુલપતિ અને કુલનાયક દ્વારા માત્ર કન્ટ્રોલ રૂમમાં બેસીને પરીક્ષાનું નિયમન કરી રહ્યા છે. જે મહદ અંશે નિષ્ફળ રહ્યું છે ત્યારે આજથી બીજા તબક્કાની પરીક્ષા ન્યાયિક માહોલમાં લેવામાં આવી રહી છે.
બીજા તબક્કાની પરીક્ષામાં બી.એ. સેમેસ્ટર-૪ રેગ્યુલર ૧૨,૩૬૦, બી.એ. સેમેસ્ટર- ૪ એકસર્ટનલ – ૫,૫૧૭, બીબીએ સેમેસ્ટર-૪ ૩,૫૬૫, બી.સી.એ. સેમેસ્ટર-૪ – ૩૦૫૫, બીકોમ સેમેસ્ટર – ૪ રેગ્યુલર – ૨૨,૮૯૦, બી.કોમ. સેમેસ્ટર – ૪ એકસટર્નલ – ૨,૨૮૦, બી.એસ.સી. સેમેસ્ટર-૪ – ૭,૧૩૬, એલ.એલ.બી. સેમેસ્ટર-૨, ૨૧૮૬ સહિત કુલ ૧૯ પરીક્ષાઓમાં ૫૯,૮૯૪ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
તમને જણાવી દઇએ, પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ૧૫૬ કેન્દ્રો ઉપર ૩૪૦ ઓબ્ઝર્વર મૂકવામાં આવ્યા છે.
118 , 3