આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : શિવ મંદિરોમાં કુમારિકાની ભીડ

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. શહેરના વિવિધ શિવ મંદિરોમાં કુમારિકાઓ દ્વારા ભગવાન શિવ અને માતા પાર્વતીના પૂજન માટે ભારે ભીડ જોવા મળી હતી.

માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે અષાઢ માસમાં કુમારિકા દ્વારા જ્યાં પાર્વતીનું વ્રત કરવામાં આવે છે. કહેવાય છે કે આ વ્રતને કારણેમાતા પાર્વતી પ્રસન્ન થાય છે અને અખંડ સૌભાગ્યવતી અને સ્મૃધ્શાળી બનવાનું વરદાન આપે છે.

કહેવાય છે કે, ભગવાન વિષ્ણુએ આ વ્રતનું મહાત્મ્ય માતા લક્ષ્મીને જણાવ્યું હતું. આ વ્રત કુમારિકાઓ દ્વારા પાંચ દિવસ સુધી કરવામાં આવે છે. પાંચ દિવસ કુમારિકાઓ ઉપવાસ કરે છે અને એક ટાઈમ ભોજન ગ્રહણ કરે છે. અને મીઠા (નમક)નો ત્યાગ કરે છે. આ વ્રતમાં ઘઉં તથા અન્ય શાકભાજીનો પણ ત્યાગ કરવામાં અવે છે. દૂધ, દહીં, ફળ, સુકામેવો વગેરેનો જ ઉપયોગ કરવામાં આવે છે.

આ વ્રતમાં વહેલી સવારે સ્નાનાદી ક્રિયા પતાવીને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ પૂજા ઘરે અથવા મંદિરમાં પણ કરી શકાય છે. જયાપાર્વતીના વ્રત કરવાથી તમામ મનો કામના પૂર્ણ થાય છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી