જો તમારું એકાઉન્ટ SBIમાં છે તો આ જરૂરથી વાંચજો…

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) પોતાના ગ્રાહકો માટે પૈસાની લેણદેણ સાથે જોડાયેલી IMPS સર્વિસને એક ઓગસ્ટથી બિલકુલ મફત કરી દીધી છે. બેંક ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને યોનોનાં ગ્રાહકોને 1 ઓગસ્ટ, 2019થી IMPS ચાર્જમાંથી પણ માફી આપશે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ 6 જૂને RTGS અને NEFT પરના ચાર્જ રદ કર્યા બાદ એક મહિનાથી વધુ સમયગાળા બાદ એસબીઆઈએ આ ચાર્જમાંથી ગ્રાહકોને મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

ઈમીડિએટ પેમેન્ટ સર્વિસિસનું ટૂંકું નામ IMPS છે. IMPS મોબાઇલ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવાનો મોડ છે. આ મોડનો ઉપયોગ કરી એકાઉન્ટ હોલ્ડર મોબાઇલથી પોતાના મિત્ર કે સંબંધીઓને ફંડ ટ્રાન્સફર કરી શકે છે. આ સુવિધા એનપીસીઆઈ દ્વારા કરવામાં આવે છે.

આ સેવાને તમે રજાના દિવસે પણ ઉપયોગ કરી શકો છો, જ્યારે એનઇએફટી અને આરટીજીએસ સર્વિસ તમને એક નિશ્વિત સમય સુધી જ મળે છે. સાથે જ વર્કિંગ ડેના દિવસે જ ફંડ ટ્રાંસફર થાય છે. એવામાં જો રજા દિવસે ફંડ ટ્રાંસફર કર્યો તો તે વર્કિંગ ડે સુધી પેડિંગ રહે છે.

આઇએમપીએસ દ્વારા ફંડ ટ્રાંસફરનો સમય

  • અઠવાડિયાના સાત દિવસ 24 × 7
  • આઇએમપીએસ હેઠળ ફંડ ટ્રાંસફરની લિમિટ
  • ન્યૂનતમ: 1 રૂપિયો
  • વધુમાં વધુ: 2 લાખ રૂપિયા

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી