70મો વન મહોત્સવ: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની ઉજવણી

‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’’ અંતર્ગત રાજ્યના વન વિભાગ દ્વારા ૭૦મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઊજવણી આગામી તા.3G ઓગસ્ટ 2019ના રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કરાશે.

એ.એમ.ટી.એસ., વસ્ત્રાલ ડેપો, આદિનાથનગર પાસે ઓઢવ ખાતે સવારે ૧૦-૦૦ કલાકે યોજાનાર સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ‘‘જડેશ્વર વન’’નું લોકાર્પણ કરાશે. તેમજ મહાનુભાવોના હસ્તે ચેકવિતરણ સમારોહ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.

આ પ્રસંગે વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, રાજ્ય વન મંત્રી શ્રી રમણલાલ પાટકર, અમદાવાદના મેયર શ્રી બિજલબેન પટેલ સહિત સાંસદો, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. જેમાં સહભાગી થવા વન વિભાગની યાદીમાં જણાવાયું છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી