દરિયાપુરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 150 જુગારીઓ ઝડપાયા

 DySP જ્યોતિબેન પટેલે ટીમ સાથે રાખીને દરોડા પાડ્યા

ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આજે અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરિયાપુરમાં દરોડા પાડવામાં આવતા ચકચાર મચી હતી. દરિયાપુરની મનપસંદ ક્લબમાં દરોડા પાડવામાં આવ્યા હતા. Dy.SP ઝ્યોતિ પટેલે પોતાનીટીમને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. 

દરોડા પાડવામાં આવતા 7 થી વધારે બિલ્ડીંગોમાં જુગાર રમાઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે. 90થી વધારે જુગારીઓની અટકાયત કરામાં આવી હતી. વિદેશી સ્ટાઇલથી જુગાર રમવામાં આવ્યો હતો. 90 થી વધારે શકુનીઓને ઝડપી લેવાયા છે. ગોવિંદ ઉર્ફે ગામા પટેલ જુગારધામનો સંચાલક હોવાનું સામે આવ્યું છે. 

મનપસંદ ચેરીટેબલ ટ્રસ્ટના નામે ઓફીસ બનાવીને તેમાં જુગાર રમાડવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. ચેરીટેબલ ટ્રસ્ટની બિલ્ડીંગમાં જુગારધામ ચાલતું હતું. વિદેશમાં જોવા મળતા કેસીનોની કેસ અને તાસના પત્તાથી જુગાર રમાતો હતો. દરોડા પડતા સ્થાનિક પોલીસ પણ દોડતી થઇ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડાની કાર્યવાહીમાં સ્થાનિક પોલીસના પીએસઆઇ સસ્પેન્ડ થતા હોય છે. તેવામાં હવે આ કેસમાં શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું. 

 71 ,  1