રક્ષાબંધન અને જન્માષ્ટમીની ઉજવણી મુદ્દે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન

તહેવારો મુદ્દે કોર કમિટીમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે

શ્રાવણ મહિનામાં આવતા તહેવારો મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, તહેવારો મુદ્દે કોર કમિટીમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે, મેળામાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન થવું મુશ્કેલ છે. રાજ્યમાં તહેવારોને લઇ સરકારે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે શ્રાવણ મહિનામાં આવતા તહેવારો મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, તહેવારો મુદ્દે કોર કમિટીમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે. મેળામાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન થવું મુશ્કેલ છે. કોર કમિટીમાં નિર્ણય લઇ જરૂરી માર્ગદર્શન અપાશે. ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, સાતમ-આઠમ સહિતના તહેવાર આવશે. જેને લઇ રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી છે.

શાળા ખોલવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન ફરી રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે ધોરણ 9,10 અને 11ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાને લઈને મહત્વની મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આગામી ઓગસ્ટ માસમાં ગુજરાતની શાળાઓમાં ધોરણ-9,10 અને 11નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવી શકે છે.

 75 ,  1