કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યુ કે, ”પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના મોડલને સંપૂર્ણ રીતે નકારાત્મક ગણાવવું, તેમના કામનુ મહત્વનું સ્વીકાર ના કરી અને દરેક સમયે ખલનાયક રીતે રજૂ કરવાથી કંઇ મળવાનું નથી.”
જયરામ રમેશે બુધવારે કહ્યુ કે, ”આ સમય છે જ્યારે અમે મોદીન કામ અને 2014-2019 વચ્ચે તેમણે જે કર્યુ છે તેનુ મહત્વ સમજીએ, જેના કારણે જ તેઓ સત્તા પર પરત ફર્યા છે. આજ કારણે 30% મતદાતાઓએ તેમની સત્તામાં વાપસી કરાવી છે. લોકસભા 2019ની ચૂંટણીમાં ભાજપને 37.4% વોટ મળ્યા જ્યારે NDAને કુલ મળીને 45% વોટ મળ્યા હતા.”
જયરામ રમેશે રાજનીતિક નિષ્ણાક કપિલ સતીશ કોમરેડ્ડીની બુક ‘મૉલવોલેન્ટ રિપબ્લિક: અ શોર્ટ હિસ્ટ્રી ઑફ ધ ન્યૂ ઇન્ડિયા’ ના વિમોચન સમયે આ વાત કરી હતી. કોંગ્રેસના નેતાએ કહ્યુ કે, ”તેઓ (મોદી) એવી ભાષામાં વાત કરે છે જે લોકોને જોડે છે. જ્યાં સુધી આપણે માની નહી લઇએ કે, આમ કરવા માટે જનતા તેમને મદદ કરી રહી છે અને જે પહેલા નથી કર્યા, ત્યાં સુધી આપણે આ વ્યકિતની સાથે સરખામણી ના કરી શકીએ.”
31 , 1