ગ્રેડ પે બાબતે ગૃહરાજ્યમંત્રીનું નિવેદન, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય

પોલીસકર્મીઓની માંગણી પર અભ્યાસ થઈ રહ્યો છે – હર્ષ સંધવી

ગુજરાત પોલીસને ગ્રેડ પે વધારવા માટે સરકાર સામે બાંયો ચઢાવી છે, તેઓ છેલ્લા કેટલાંક દિવસથી સોશિયલ મીડિયામાં એક આંદોલન કરી રહ્યા છે. પરંતુ હવે પોલીસના ગ્રેડ પે ના મુદ્દા ઉપર પોલીસ સ્ટાફ અને તેમનો પરિવારજનો મેદાનમાં આવી ગયા છે. આજે ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં ઉપવાસ છાવણી પર હાજર છે અને તેઓ પોતાના પરિવાર સાથે ગ્રેડ પે માટે લડત આપી રહ્યો છે.

પોલીસ સ્ટાફ અને તેમનો પરિવાર તેમના રક્ષણ માટે આવ્યા હોવાની વાત કરી રહ્યો છે. ધીમેધીમે પોલીસ ગ્રેડ પે આંદોલન ગાંધીનગરમાં વેગ પકડી રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસ આંદોલનને રાજકીય સપોર્ટ પણ મળ્યો છે, જેના કારણે ઉપવાસ છાવણી પર અનેક રાજકીય કાર્યકરો હાજર રહીને પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો ઉત્સાહ વધારી રહ્યા છે.

રાજ્યમાં પોલીસકર્મીઓ છેલ્લા કેટલાક સમયથી ગ્રેડ પે ને લઈને આંદોલન કરી રહ્યા છે. જે મામલે હવે ગૃહ રાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. ગ્રેડ પે ને લઈે પોલીસ કર્મચારીઓ જે આંદોલન કરી રહ્યા છે. તે મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર તેમની માગણી પર અભ્યાસ કરી રહી છે.

સાથેજ ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે આગામી સમયમનાં પોલીસ કર્મચારીઓની માગંણીને લઈને નિર્ણય લેવામાં આવશે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે કોઈપણ વિષય પર યોગ્ય રીતે જો રજૂઆત કરવામાં આવે તો તેનો અભ્યાસ સરકાર દ્વારા કરવામાં આવે છે. જેથી હવે આ મામલે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે પોલીસ કર્મીઓની જે પણ માગ છે તે અંગે તેઓ વિવિધ પાસાઓની તપાસ કરશે. જે તપાસ બાદ તેઓ આગળ નિર્ણય લેવાના છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મચારીઓ તેમના ગ્રેડ પે ની માગણી કરી રહ્યા છે. જેમા તેઓ આંદોલન પણ કરી રહ્યા છે. જેથી આ મામલે આજે ગૃહરાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી