September 28, 2020
September 28, 2020

JEE-NEETની પરીક્ષાને લઇ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી દેખાવો, અમિત ચાવડા સહિત નેતાઓની અટકાયત

કોંગ્રેસ દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન

કોરોનાની મહામારી વચ્ચે દેશમાં યોજાનાર JEE-NEETની પરીક્ષા ન યોજવાને લઇને કોંગ્રેસ રાજ્યામાં ઉગ્ર દેખાવો કર્યો હતો.  જેઇઇ અને નીટની પરીક્ષાઓ યોજવાના કેન્દ્રના નિર્ણય સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી પરીક્ષા મોકૂફ રાખવા માંગ કરી હતી. તો બીજી તરફ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ કરી રહેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકાર કોઇ પણ ભોગે પરીક્ષા યોજવાની જીદ લઇને બેઠી છે. પરંતુ પરીક્ષાને કારણે હજારો વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થવાની ભીતિ રહેલી છે.

સુરતમાં પણ કોંગ્રેસ દ્વારા પણ NEET-JEEની પરીક્ષા યોજવા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શહેરમાં આવેલ કલેકટર કચેરી બહાર બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

વડોદરામાં ચક્કાજામ

વડોદરામાં કોંગ્રેસ અને NSUI દ્વારા JEE-NEETની પરીક્ષા મોકૂફ રાખવાની માગ સાથે રસ્તા પર ઉતરી દેખાવો કર્યો હતો. શહેરના દાંડિયા બજાર ચાર રસ્તા પાસે શહેર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાશે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા દાંડિયા બજાર – અકોટા ચાર રસ્તા ખાતે રસ્તા રોકો આંદોલન કરાયું હતું. જેમાં કેટલાક કાર્યકરો એસ.ટી બસ રોકી બસ પર ચડી ગયા હતા. ત્યારે 10થી વધુ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.

 70 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર