રાજ્યમાં ધોરણ 1થી 9ની શાળાઓ બંધ, ઓનલાઈન ક્લાસ શરૂ રહેશે

અન્ય આદેશ ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે.

રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.

અમદાવાદમાં બાળકોમાં કોરોનાનુ સંક્રમણ વધ્યું

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી બાળકોમાં પણ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકોને કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. બાળકોને કોરોના વધતા ડૉકટરો અને માતા-પિતામા ચિંતા વધી છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવાયો છે. પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરાઈ છે. ડો રજનિશ પટેલ જણાવ્યું હતુ કે, સગર્ભા મહિલાઓએ હવે સાવચેત રેહવું પડશે.
 

 58 ,  1