11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો શરૂ કરાશે, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત

 • 11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો શરૂ કરાશે
 • રાજ્યમાં શાળા-કોલેજ ખુલવા મુદ્દે મોટા સમાચાર
 • શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત
 • PG,UG,છેલ્લાં વર્ષનું શિક્ષણકાર્ય શરૂ કરાશે
 • ગુજરાત રાજ્યનાં તમામ બોર્ડને લાગૂ પડશે
 • ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
 • રાજ્ય સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હોવાની જાહેરાત આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જાન્યુઆરી ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષ ના કોલેજ ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 • શાળાઓએ વાલીઓની સંમતિ લેવાની રહેશે
 • શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં
 • ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે
 • થર્મલ ગન, સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે
 • શાળામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે
 • વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય

શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે ધો.10 અને 12 સિવાયના અન્ય ધોરણો માટે આગામી સમયમાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાશે. હાલ આ બંને ધોરણો માટે સ્કૂલો શરૂ કરાશે અને કેન્દ્રના SOPના આધારે નિયમોનું પાલન કરવામાં આવશે

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર