ધોરણ 10-12નો કોર્સ નહીં જ ઘટે : ગુજરાત શિક્ષણ બોર્ડે

ખોટા વહેમમાં ન રહેતા: વિદ્યાર્થીઓ પૂરી તૈયારી કરજો….

ગુજરાતમાં ગત વર્ષે કોરોનાને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતું પણ હવે રાજ્યમાં કેસો નહીંવત સામે આવતા સ્થિતિ સામાન્ય છે જેના પગલે ગુજરાત બોર્ડની પરીક્ષા લેવાશે. CBSE એ 30 ટકા કોર્ષ ઘટાડાની જાહેરાત પહેલાથી કરી દીધી હતી. જેથી ગુજરાત બોર્ડે પણ કોર્ષ ઘટાડે તેવી વાલીઓ સહિત વિદ્યાર્થીઑ પણ આશા બાંધીને બેઠા હતા. પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કોર્સ ઘટાડાની વાત પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડે ગયા વર્ષે કોરોનાના લીધે ધોરણ 9-10 અને ધોરણ 11-12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના કોર્ષમાં 30% જેટલો ઘટાડો કર્યો હતો. જે આ વર્ષ પણ લાગુ થશે તેવી વાતો વહેતી થઈ હતી. ગુજરાત બોર્ડ CBSE બોર્ડના પગલે જ પોતાનું આયોજન કરતી હોય છે ત્યારે દરવખતની જેમ આ વખતે પણ હતું કે CBSE બોર્ડ કોર્સ ઘટાડયો છે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પણ કોર્ષ ઘટાડશે પણ સચિવના જણાવ્યા અનુસાર ગુજરાત બોર્ડમાં 30 ટકા કોર્સ નહીં ઘટે, વિદ્યાર્થીઓએ 100 ટકા કોર્સના અભ્યાસ સાથે જ પરીક્ષા આપવી પડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે સરકારે પહેલાથી જ જાહેરાત કરી જ હતી કે કોર્સ નહીં ઘટે હાલ તમામશાળાઑ સંપૂર્ણ સમય ચાલી રહી છે તો કોર્ષ ઘટાડાની કોઈ રાહ જ નથી.સ્કૂલમાં પ્રથમ પરીક્ષા પૂર્ણ કોર્સ સાથે લેવાઇ છે માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ સંપૂર્ણ અભ્યાસક્રમ સહિત જ લેવામાં આવશે.

ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12 મળીને 13 લાખ જેટલા વિદ્યાર્થીઓ થાય છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને 30 ટકા કોર્સ ઘટશે કે કેમ અંગે પહેલાથી મુંઝવણમાં હતા. ત્યારે બોર્ડ તરફથી થયેલી સ્પષ્ટતાથી હવે કોઈ કોર્સ ઘટાડાની વાતને સ્કોપ નથી. જેથી તમામ વિદ્યાર્થી પૂરા કોર્સની મહેનત કરવા લાગી જાય એ જરૂરી છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી