ધો. 10ના માર્કસ કરો જાહેર : શિક્ષણ વિભાગ

શિક્ષણ બોર્ડે ગુજરાતની બધી શાળાઓને આપ્યા મહત્વના આદેશ

શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે .ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે શિક્ષણ વિભાગે ધોરણ-10ના વિદ્યાર્થીને માર્ક્સ આપવાની પદ્ધતિ જાહેર કરાઈ છે. જેના આધારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે. આ પદ્ધતિ મુજબ બે ભાગમાં માર્ક્સ આપવામાં આવનાર છે, જેમાં પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મૂલ્યાંકન કરાશે. જે કુલ 20 માર્ક્સનું હશે. તો બીજા ભાગમાં 80 ગુણનું મુલ્યાંકન કરાશે, ત્યારે શિક્ષણ વિેભાગે તમામ શાળાઓને વેબસાઈટ પર ઓનલાઈન માર્ક્સ મુકવાના આદેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ ,આજથી ધો.૧૦ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન ગુણ મુકાવાની પ્રક્રિયા ચાલુ થવા જઈ રહી છે.શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને સુચના આપી આજથી વેબસાઈટ પર ધોરણ 10ના માર્ક્સ મુકવાની સુચના આપી છે. ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી 17મી જૂન સુધીમાં તમામ શાળાઓને વિદ્યાર્થીઓના મૂલ્યાંકન ગુણ ઓનલાઈન વેબસાઈટ પર મુકવાનું જણાવ્યું છે.

નોંધનીય છે કે , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ માર્કસ અપલોડ કરવાની અંતિમ તારીખ 17 જૂન આપી છે, અને શાળાના તમામ આચાર્યોને નિયત સમયની અંદર માર્ક્સ મુકવાનો આદેશ કર્યો છે.

મહત્વનું છે કે, રાજ્યની તમામ શાળાઓમાં સોમવારથી નવા શૈક્ષણિક વર્ષનો ઓનલાઈન પ્રારંભ થયો છે. નવા વર્ષમાં વિદ્યાર્થીઓ સ્કૂલે નહીં જાય, પરંતુ ઘરે બેસીને જ અભ્યાસ કરશે. જ્યારે તમામ શાળાઓમાં 100 ટકા સ્ટાફને હાજર રાખવાની સૂચના અપાઈ છે. આમ, ઉનાળું વેકેશન પૂરું થયા બાદ ફરી એકવાર વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે. વિદ્યાર્થીઓને 18 જૂન સુધીમાં પાઠ્યપુસ્તકો આપી દેવા માટે શાળાઓને સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓને ઘરે બેઠા પુસ્તકો મળી રહે તે પ્રકારનું આયોજન કરવા માટે જણાવાયું છે.

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર