પીક માર્જિનમાં ઘટાડો કરવા સ્ટોક બ્રોકરોએ સેબીને કરી રજૂઆત

75 ટકા ઘટાડીને 50 ટકા કરવા સ્ટોક બ્રોકર્સ એસોસિએશની વિનંતી

ભારતીય શેરબજાર નિયામક સેબીને ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ માટેનું પીક માર્જિન હાલના 75 ટકા ઘટાડીને 50 ટકા કરવા સ્ટોક બ્રોકર્સ એસોસિએશને વિનંતી કરી છે. એસોસિએશને કહ્યુ કે, પીક માર્જિનમાં ઘટાડો વ્યક્તિગત રોકાણકારો, ટ્રેડિંગ મેમ્બર્સના હિતમાં રહેશે અને કેપિટલ માર્કેટના વિકાસમાં મદદરૂપ બનશે.

સેબી દ્વારા ડિસેમ્બર 2020માં પીક માર્જિનનો કન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો હતો, તે સમયે 25 ટકા માર્જિન લાગુ કરાયો હતો, ત્યારબાદ માર્ચથી માર્જિન વધારીને 50 ટકા અને હાલ જૂનથી 75 ટકા કરવામાં આવ્યુ છે. હવે સપ્ટેમ્બરથી 100 ટકા પીક માર્જિન લાગુ કરવામાં આવશે. આ ચારેય માર્જિનમાંથી સૌથી વધુ માર્જિનને પીક માર્જિન માનવામાં આવશે. પીક માર્જિનના નવા નિયમો ઇન્ટ્રા-ડે, ડિલિવરી અને ડેરિવેટિવ્સ જેવા તમામ સેગમેન્ટમાં લાગુ થશે.

એસિસોઇએશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઇન્ડિયા (ANMI) એ જણાવ્યુ કે, તેને તેમના સભ્યો તરફથી સેબીના પીક માર્જિનને તર્કસંગત બનાવવા અને માર્જિન એક્ત્ર કરવા સંબંધિત જોખમ અંગે પ્રતિભાવો મળી રહ્યા છે. માર્કેટના તમામ સહભાગીઓ માટે આવશ્યકતા કરતા રિસ્ક કવરેજ વધુ છે તેની ખાતરી કરતા સંગઠને નિયામકને સૂચવ્યુ કે, પીક માર્જિન હાલના 75 ટકાથી ઘટાડીને 50 ટકા કરી શકાય છે.

આ સંગઠન સાથે દેશભરના 900થી વધારે સ્ટોક બ્રોકર જોડાયેલા છે. વધુમાં ઉમેર્યુ કે, ઇન્ટ્રા-ડે માટે અંદાજિત જોખમ લગભગ 25થી 33 ટકા છે અને મહત્તમ 50 ટકા માર્જિનનું ક્લેક્શન આવશ્યકતા કરતા વધારે હશે. બ્રોકર્સ એસોસિએશના મતે ઇન્ટ્રા-ડે અને એન્ડ-ઓફ-ધી-ડે ટ્રેડર્સ એ ટિગર્સ, હોલ્ડિંગનો સમયગાળો, શામેલ જોખમ અને રોકાણકારોના વર્ગની દ્રષ્ટિએ સંપૂર્ણપણે અલગ છે. આ સાથે તે ઇન્ટ્રા-ડે પોઝિશન માર્કેટમાં લિક્વિડિટી, વોલ્યૂમ અને માર્કેટની ઉંડાઇનું નિર્માણ કરે છે અને કોસ્ટ ઇમ્પેક્ટને ઘટાડવામાં મદદ કરે છે.

ઉપરાંત ઇન્ટ્ર-ડે પોઝિશન માર્કેટ બંધ થવા પહેલા જ સ્વેકર કરી લેવામાં આવે છે, આથી બે દિવસનું માર્જિન લાદવુ સંપૂર્ણપણે ગેરવાજબી છે. સંગઠને સેબીને પોતાની રજૂઆતમાં કહ્યુ કે, ટ્રેડિંગ મેમ્બરો એક્સચેન્જોને પ્લેટફોર્મ પર કરેલા ટ્રાન્ઝેક્શનના બદલમાં 100 ટકા માર્જિન આપવાનું ચાલુ રાખશે. જેમાં 100 ટકા માર્જિનમાંથી 50 ટકા ક્લાયન્સ પાસેથી વસૂલાશે અને બાકીની રકમ સભ્યો દ્વારા તેમની મૂડીમાંથી, તે પણ કોઇ ક્રોસ ક્લાયન્ટ ફંડિંગ વગર ચૂકવવામાં આવશે.

 40 ,  1