આજે શેરબજારમાં દિવસને અંતે તેજી જોવા મળી હતી. બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +291.86 પોઇન્ટ વધીને 39,686.50 ની સપાટીએ બંધ થયો. તો બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +76.75 પોઈન્ટના વધારા સાથે 11,865.60 પર બંધ થયો છે.
પ્રારંભિક ટ્રેડિંગમાં બીએસઈ પર ટાટા મોટર્સનો શેર 1.76 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.69 ટકા, એનટીપીસી 1.63 ટકા, ટાટા સ્ટીલ 1.61 ટકા અને એક્સિસ બેન્કમાં 1.30 ટકાની તેજી જોવા મળી હતી.
આ ઉપરાંત ડોલર સામે રૂપિયામાં 12 પૈસાની મજબૂતાઇ જોવા મળી છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં વધારો જોવા મળ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 68.90 ના ભાવ પર ખૂલ્યો હતો. તેમજ છેલ્લા સત્રમાં એટલે કે શુક્રવારે રૂપિયો ડોલર દીઠ 69.02 પર બંધ રહ્યો હતો.
33 , 1