શેરબજારના ઇતિહાસનું પાનું…

શેર બજાર અને કોમોડિટી વાયદા બજારમાં સોદા રિંગમાં (પિટ અથવા કુવો) ઉપલા કાંઠે દલાલો ઊભા હોય અને કૂવામાં બાયર સેલર દલાલના ટોળા જામ્યા હોય. સોદા થતા હોય ત્યારે જો નવોસવો માણસ રીંગ નજીકથી પસાર થયા તો એમ જ લાગે જાણે કોઈ મોટું ટોળું ઝઘડો કરી રહ્યું છે. એ લીધા, એ દીધા, એ કાપ્યા, એ હાલતો થા, એવા સામાન્ય શબ્દો ઘણાં બધા લોકો એક સાથે બોલાતા હોય.

આજના “એ” ગ્રૂપના શેર ત્યારે માત્ર પાંચ સાત બ્લ્યુ ચિપ શેર ગણાતા. તેમાં સિંધિયા સ્ટીમ, ટિસ્કો (જેને ટાટા ઓર્ડીનરી કહેતા) એસીસી, બજાજ, ટેલ્કો જેવા શેર મુખ્ય ગણાતા. 1979માં મે જામ એ જમશેદ માટે રિપોર્ટિંગ શરૂ કર્યું ત્યારે એક પીપળાના ઝાડ નીચે હાજર સોદા રીંગ ભરાતી, અંદર પિટમાં વાયદા વેપાર થતો. વળી જુદા જુદા શેર માટે જુદા જુદા જૂથ શેર દલાલો હોય. તેને જેતે શેરના નામ સાથે રીંગમાં નિશ્ચિત જગ્યાએ જ સોદા થાય. જેમકે ઓર્ડીનારીનો ચોકો.

એજ પ્રકારે પીપળા નીચે ઘણાં બધા જૂથ શેરના ચોકા હતા. શેર ખરીદવા માટે તમારે દલાલ રોકવાનો તે એક નોટ બુકમાં તમારો સોદો લખે અને રિંગમા ઉક્ત નિશાની મુજબ સોદો પાકો થઈ જાય, પછી સાંજે તમને કહેવામાં આવે શું ભાવથી કેટલા શેરના સોદા થયા. ક્યારેક ભાવ ફરકના સોદા ન પણ થાય.

આવા સોદા કાગળ પેન્સિલિયા સોદા કહેવાતા. દલાલ માટે નોટબુક એ ભગવાનની વચન ચિઠ્ઠી ગણાતી. જ્યારે જીદના સોદા થતા હોય અને કોઈ સોદો ના પતે તો દલાલ ગાળ દઈને કહે એ હાલતો થા તારા પેલિયા ધૂળ ખાય છે. મોજ હતી એ જમાનામાં શેરબજાર કે કોમોડિટી બજારોની રીંગ નજીકથી સોદા જોવાની. રીંગમા સોદા ચાલતા હોય ત્યારે પત્રકારને પણ અંદર જવાની મનાઈ હતી. શેર દલાલને મળવા પત્રકાર પાસે શેરબજારે સતાવાર રીતે આપેલો પાસ હોવો જરૂરી હતો.

સાંજે પાંચ વાગ્યે એક મોટા પાટિયા પર સોદા શેર ભાવ લખવામાં આવે. પત્રકારો શેરના પાટિયેથી ભાવ લખી રિપોર્ટિંગ કરતા.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર