શેરબજારે બજેટને વધાવ્‍યું, સેન્‍સેકસ-નિફટીનો હાઈજમ્‍પ : રોકાણકારો ખુશ

સેન્‍સેકસમાં 2314 તો નિફટીમાં 646 પોઈન્‍ટનો ઉછાળો, તમામ સેકટર ગ્રીન ઝોનમાં

રોકાણકારોએ 2 કલાકમાં બનાવ્‍યા રૂા. 4.3 લાખ કરોડ

શેરબજારમાં આજે દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાણામંત્રીએ આજે જાહેર કરેલા બજેટથી શેરબજારમા ભારે ઉત્‍સાહનો માહોલ છે અને સેન્‍સેકસ તથા નિફટીએ હાઈજમ્‍પ લગાવ્‍યો છે. બજેટના દિવસે સેન્સેક્સ 2314.84 અંક વધી 48600.61 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 646.6 અંક વધી 14281.20 પર બંધ થયો હતો. 

બજેટના દિવસે આટલો મોટો વધારો અગાઉ 1997માં જોવા મળ્યો હતો. જ્યારે ઈન્ડેક્સ 6 ટકા વધારા સાથે બંધ થયો હતો. બજારની તેજીમાં બેન્કિંગ શેર સૌથી આગળ રહ્યાં છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 8.81 ટકાના વધારા સાથ 33257.00 પર બંધ થયો હતો. આ ઈન્ડેક્સનું ઓલટાઈમ હાઈ લેવલ છે.

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, બજાજ ફાઈસર્વ, SBI, HDFC સહિતના શેર વધીને બંધ થયા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 17.75 ટકા વધી 971.10 પર બંધ થયો હતો. જ્યારે ICICI બેન્ક 12.47 ટકા વધી 603.95 પર બંધ થયો હતો. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ટેક મહિન્દ્રા, HUL સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 3.70 ટકા ઘટીને 44428.60 પર બંધ થયો હતો. ટેક મહિન્દ્રા 1.58 ટકા ઘટીને 946.50 પર બંધ થયો હતો.

શેરબજાર માટે બજેટનો દિવસ ભારે ઉતાર-ચઢાવવાળો રહે એવી શકયતા છે. બજારની ચાલ બજેટના અગ્રણી સેક્ટરો સાથે જોડાયેલી જાહેરાતો પર નિર્ભર રહેશે.

નાણામંત્રીએ હેલ્‍થકેર, ઓટો અને કેપીટલ એકસપેન્‍ડીચર માટે અનેક જાહેરાતો કરી જે શેરબજારને ભાવી ગઈ છે અને બજાર ૩ ટકા ઉંચુ ચડયુ અને રોકાણકારોએ થોડા જ કલાકોમાં ૪.૩ લાખ કરોડ કમાઈ લીધા હતા.

બજેટમાં બ્રોકરેજ ફર્મ એન્જલ બ્રોકિંગ લિમિટેડના જણાવ્યા મુજબ, ઓટો ઈન્ડસ્ટ્રીમાં ઈન્સેન્ટિવ બેઝ્ડ સ્ક્રેપ પેજ પોલિસીની સાથે-સાથે એગ્રી, હાઉસિંગ અને ઈન્ફ્રા જેવાં ક્ષેત્રોમાં સુધારા માટે ઘણી જાહેરાત કરવામાં આવી શકે છે. એમાં રોકાણકારોને અશોક લેલેન્ડ, એસ્કોર્ટ, જેકે લક્ષ્મી સિમેન્ટ, વર્લપૂલ ઈન્ડિયા અને LIC હાઉસિંગ ફાઈનાન્સના શેરમાં ખરીદીની સલાહ છે. કંપનીના જણાવ્યા મુજબ બજેટના દિવસે બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ.

પડોશી દેશોની સાથેના તણાવ અને હથિયારની નિકાસને જોતાં સરકાર આ સેક્ટર માટે મોટી જાહેરાત કરી શકે છે. એવામાં રક્ષાક્ષેત્રના શેર આજે ફોકસમાં રહેશે. એમાં હિન્દુસ્તાન એરોનોટિકલ.(HAL)નો શેર સૌથી મહત્ત્વનો છે.

 56 ,  1