શેરબજારનો નવો રેકોર્ડ : સેન્સેક્સ 59,000ની સપાટી વટાવી, નિફ્ટી 17,600ને પાર…

સેન્સેક્સમાં 400 પોઇન્ટનો ઉછાળો, નિફટી 107 અંકના વધારા સાથે બંધ

ભારતીય શેરબજારોએ આજે નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ પ્રથમ વખત 59,000 અને નિફ્ટી 17,629ને પાર પહોચ્યું છે. સેન્સેક્સ 400 અંક વધી 59,141 પર કારોબાર પર જ્યારે નિફ્ટી 110 અંક વધી 17,629 પર કારોબાર પર બંધ થયું છે.

સેન્સેક્સ પર ITC, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ઓટો, પાવર ગ્રિડ કોર્પ, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ITC 6.06 ટકા વધી 229.10 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 4.45 ટકા વધી 1100.75 પર કારોબાર કરી રહ્યો છે. જોકે TCS, NTPC, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. TCS 0.98 ટકા ઘટી 3916.05 પર કારોબાર કરી રહ્યો છે. NTPC 0.85 ટકા ઘટી 123.15 પર કારોબાર કરી રહ્યો છે.

SEBIના ચેરમેન અજય ત્યાગીએ કહ્યું કે આગળ બજારમાં લગભગ 30,000 કરોડના IPO આવવાના છે. ભારતીય શેર બજારએ ડૉલરમાં સૌથી સાકો રિટર્ન આપ્યું છે. હવે વધુ રિટેલ રોકાણકારો બજારમાં જોડાશે. છેલ્લા 18 મહિનામાં ટેક્નોલૉજી સંબંધિત કંપનીઓએ IPO માંથી 15,000 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. તેમણે વધુમાં કહ્યું છે કે InvITs અને REITs રોકાણકારોની પસંદગી બની રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક ઇક્વિટી ટર્નઓવર વધીને 15 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

તેમણે વધુમાં કહ્યું છે કે એક મજબૂત માર્જિન સિસ્ટમ આવશ્યક છે. SEBIએ મોનિટરિંગ સિસ્ટમ પર ખૂબ ભાર મૂક્યો છે. પ્રેફરન્શિયલ રૂટ કરતાં ઘઝધ દ્વારા વધુ ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. બજાર સારી રિકવરી સાથે નવી ઉચાઇ પર કાયમ છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી