લખીમપુર કાંડના વિરોધમાં આજે ખેડૂતો દ્વારા રેલ રોકો આંદોલન

કેન્દ્રીય મંત્રીને મંત્રી પદેથી હટાવવાની માંગ

લખીમપુરમાં કાંડના વિરોધમાં ખેડૂતોએ આજે દેશવ્યાપી રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. જે અંતર્ગત સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ઠેરઠેર ટ્રેનો રોકવાની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા અપાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે સમગ્ર દેશમાં આ બંધ રહેશે અને આ દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા કે તોડફોડન કરવાની સૂચના પહેલેથી આપી દેવાઈ છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે બંધ દરમિયાન જરૂરી અને ઈમરજન્સી સેવાઓમાં કોઈ પણ પ્રકારે ખલેલ પાડવામાં નહીં આવે. અમારી માગણી છે કે ઘટનામાં સામેલ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. મંત્રી પદેથી અજય મિશ્રાને હટાવીને તેમની ધરપકડ કરવામાં આવે. 

નોંધનીય છે કે ખેડૂતોએ જ્યારે ગત વખતે ભારત બંધ બોલાવ્યું હતું ત્યારે પંજાબ, હરિયાણા, બિહાર સહિત અનેક જગ્યાએ ટ્રેનો રોકવામાં આવી હતી અને હાઈવે જામ કરાયા હતા. હાઈવે જામ થવાના કારણે દિલ્હી નોઈડા ગુરુગ્રામ સહિત અનેક જગ્યાઓ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા આવી હતી. રેલવેએ પણ એક ડઝનથી વધુ ટ્રેનો રદ કરવી પડી હતી.

વાત જાણે એમ છે કે ખેડૂતોએ લખીમપુર ખીરીમાં અનેક લોકોને કચડી નાખીને મોતને ઘાટ ઉતારવાની ઘટના અને તે મામલે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માગણી કરતા આ રેલ રોકો આંદોલન કરવાની જાહેરાત કરી છે. લખીમપુર ખીરી હિંસામાં ચાર ખેડૂતો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. એસકેએમએ આરોપ લગાવ્યો હતો કે આશીષ મિશ્રાએ એક ખેડૂતને ગોળી મારી જ્યારે બીજાને તેના વાહનથી કચડી નાખ્યા.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી