ઈસરોએ ચંદ્રયાન-2નું રિહર્સલ પુરું, આવતીકાલે થશે લોન્ચ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો) સોમવારે ચંદ્રયાન-2 અંતરિક્ષ યાનને ચંદ્ર પર મોકલવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઈસરોના વડા સિવને રવિવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, રવિવારે સાંજે ચંદ્રયાન-2ના પ્રક્ષેપણ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. ભારતનું બીજુ મૂન મિશન 22 જુલાઈએ 2.43 વાગે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે.

ઈસરોના પૂર્વ પ્રમુખ એ એસ કિરણ કુમારે કહ્યું કે તમામ તૈયારીઓ પુરી કરવામાં આવી છે. અમે સોમવારના ઈવેન્ટ માટે તૈયાર છે. ઈસરોએ આ માહિતી ટ્વિટર પર પણ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જેએસએલવી એમકે3-એમ1 / ચંદ્રયાન-2નું લોન્ચ રિહર્સલ પુરુ થઈ ચુક્યું છે. તેનું પ્રદર્શન સામાન્ય છે.

અગાઉ 15 જુલાઈની રાતે મિશનની શરૂઆતથી લગભગ 56 મિનિટ પહેલા ઈસરોએ ટ્વિટ કરીને લોન્ચિંગ આગળ વધારવાની જાહેરાત કરી હતી. ઈસરોના એસોસિએટ ડાયરેક્ટર(પબ્લિક રિલેશન) બીઆર ગુરુપ્રસાદે જણાવ્યું હતું કે લોન્ચિંગ પહેલા જ લોન્ચિંગ વ્હીકલ સિસ્ટમમાં ખરાબી આવી ગઈ હતી. આ કારણે ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી