બિહાર વિધાનસભા ચૂંટણી : મધુબનીની ચૂંટણી સભામાં નીતીશ કુમાર પર પથ્થર અને ડુંગળી ફેંકાયા, જુઓ Video

નીતીશ કુમારે કહ્યું – હજુ ફેંકો, ફેંકતા જ રહો, તેની કોઈ અસર નહિ થાય..

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન વચ્ચે મુખ્યમંત્રી નીતીશકુમાર ત્રીજા તબક્કાના મતદાન માટે મધુબનીના હરલાખીમાં જાહેર સભાને સંબોધવા પહોંચ્યા હતા. આ દરમિયાન સભાને સંબોધી રહેલા સીએમ નીતીશકુમાર પર હુમલો થયો હતો. તેમના પર ડુંગળી અને પથ્થરના ટુકડા ફેંકવામાં આવ્યા હતા. આ દરમિયાન પથ્થર ફેંકનાર વ્યક્તિએ સતત નારેબાજી કરી અને કહ્યું કે, દારૂ જાહેરમાં વેંચાઈ રહ્યો છે, તસ્કરી થઈ રહી છે પરંતુ તમે કંઈ કરી શકતા નથી. 

પોતાના પથ્થર ફેંકાતા નીતીશકુમાર મંચ પરથી જ નારાજ થયા હતા. અને ભાષણ દરમ્યાન જ બોલ્યા કે હજુ ફેંકો, ફેંકતા જ રહો, તેની કોઈ અસર નહિ થાય. જોકે, આ ઘટના બાદ સુરક્ષા કર્મીઓ સતર્ક થઇ ગયા હતા અને સીએમની આસપાસ સુરક્ષા ઘેરો બનાવી લીધો હતો. સીએમ નીતીશકુમારે પણ ચૂંટણી સભામાં પોતાનું ભાષણ પૂરું કર્યું હતું.

(14 મીનિટ પછી…)

આ ઘટના બાદ નીતીશ કુમરે વિરોધ પક્ષને આડે હાથ લઇ આકરા પ્રહારો કર્યા હતા. નીતીશે કહ્યુ કે, અમે તે માટે કહી રહ્યા છીએ કે સરકાર આવ્યા બાદ રોજગારની તકો ઉભી થશે અને કોઈએ બહાર જવું પડશે નહીં. નીતીશ બોલ્યા કે જે આજે સરકારી નોકરીની વાત કરી રહ્યા છે, જ્યારે તે સત્તામાં હતા તો કેટલા લોકોને રોજગાર આપ્યો ત્યારે ઘણા સમય સુધી બિહાર-ઝારખંડ એક હતું. 

પીએમ મોદીએ રેલીમાં કોંગ્રેસ પર કટાક્ષ કર્યો

અરરિયામાં પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “વાતો ઘણી થઇ છે પરંતુ ઇતિહાસે બતાવ્યું છે કે એક પણ કામ થયું નથી. વાતો કરી, લોકોને ગેરમાર્ગે દોર્યા અને આથી તેઓ પ્રજાને લાંબા સમય સુધી મૂર્ખ બનાવી શકશે નહીં. જુઓ કોંગ્રેસની શું સ્થિતિ થઇ છે? કોંગ્રેસની હાલતએ જનતાને કેવી રાખી છે. આજે કોંગ્રેસની હાલત એ છે કે લોકસભા અને રાજ્યસભા બંને ભળી જાય તો પણ કોંગ્રેસ પાસે 100 સાંસદ પણ નથી. જનતાએ તેમના આ હાલ કરી નાંખ્યા છે. જ્યારે પણ તક મળે છે ત્યારે પ્રજા તેમને સજા કરે છે. “

પીએમએ કહ્યું કે ઘણા રાજ્યોએ કોંગ્રેસના એક પણ સભ્યને પણ લોકસભા/રાજ્યસભા સુધી પહોંચવા દીધા નથી. તેમણે કહ્યું, “જમ્મુ-કાશ્મીરને જુઓ, ઉત્તરાખંડ જુઓ, રાજસ્થાન જુઓ, ગુજરાત જુઓ, આંધ્રપ્રદેશ જુઓ, અરૂણાચલ પ્રદેશ જુઓ. ઘણા એવા રાજ્યો છે કે જ્યાંથી કોંગ્રેસના એક પણ સભ્યને જનતાએ સંસદમાં પગ મૂકવા દીધો નથી.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર