સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય માટે ખજાનો…

જાણો તેના અનેક ફાયદા….

સ્ટ્રોબેરી સૌથી આકર્ષક ફળોમાં સમાવેશ થાય છે. લાલ રંગના મીઠા અને રસદાર સ્ટ્રોબેરી ફળ ખૂબ જ લોકો ઉત્સાહથી ખાય છે એટલું જ નહી સ્ટ્રોબેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ફળમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. સ્ટ્રોબેરીનું સેવન, પ્રોટીન, કેલરી, ફાઈબર, આયોડીન, ફોલેટ, ઓમેગા 3, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામીન બી અને સીના ગુણધર્મોથી ભરપૂર, શરીરને અનેક રોગો સામે લડવાની લડત આપે છે. સ્ટ્રોબેરી સામાન્ય રીતે કાચા ખાવામાં આવે છે. આ સિવાય તેનો ઉપયોગ ટોપિંગ માટે પણ થાય છે. ચાલો જાણીએ કે સ્ટ્રોબેરીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

સ્ટ્રોબેરી ખાવાથી વજન ઘટે છે
એક કપ સ્ટ્રોબેરીમાં 53 કેલરી હોય છે. તે ફાઇબરથી પણ ભરપૂર છે, જેને ખાધા પછી તમને લાંબા સમય તમારું પેટ ભરેલું રાખે છે જેના પગલે તમે બિનઆરોગ્યપ્રદ નાસ્તો ખાવાથી બચી શકો છો. આ સિવાય તેમાં રહેલા વિટામિન સી તમારા ચયાપચયને વેગ આપે છે, જેના કારણે શરીર કેલરી ઝડપથી બર્ન કરે છે.

સ્ટ્રોબેરી સ્ટ્રેસ ઘટાડે છે
તેના સેવનથી મૂડ લાઇટ રહે છે. જેના કારણે તમને પોઝિટવ ઉર્જા મળે છે અને તમે તાજગી અનુભવો છો પરિણામે તમને તણાવ ન આવતો નથી.

સ્ટ્રોબેરી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
સ્વસ્થ રહેવા માટે સારી ઈમ્યુનિટિ હોવી ખૂબ જ જરૂરી છે જેથી સ્ટ્રોબેરીનું સેવન કરો, વિટામિન સી સ્ટ્રોબેરીમાં સારી માત્રામાં જોવા મળે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી