રાજ્યમાં વરસાદ ખેંચાતા જગતના તાત ચિંતાતુર

એક સપ્તાહમાં સારો વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાનો ભય

ગુજરાત અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ માટે લોકોએ હજુ રાહ જોવી પડશે પડી શકે છે જ્યારે આગામી 4 થી 5 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે એવી હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે જેના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

બીજી બીજુ હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા હવે ચોમાસું પાછું ખેંચાયું છે પરિણામે રાજ્યમાં વરસાદ ખેંચાતા હવે જગતના તાત ચિંતાતૂર બન્યા છે. જો એક સપ્તાહમાં સારો વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાનો પણ ભય છે. ગુજરાતમાં થતી ખેતી મોટા ભાગે વરસાદ આધારીત હોય છે જગતના તાતે ખેડૂતા પાક માટે વરસાદ પર આધારે રાખવો પડતો હોય છે કેમ કે રાજ્યમા પૂરતા પ્રમાણમાં સિંચાઈની સગવળો જોઈએ એટલી સારી મળતી નથી ત્યારે ખેડૂતો વરસાદી સિંઝનમાં વાવણી કરતા હોય છે પરતું હવે ચોમાસું પાછું ધકેલાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

સ્કાયમેટના અહેવાલ મુજર રાજ્યભરમાં હજુ પણ 15 જુલાઈથી 20 સુધીમાં પોણાથી એક ઈંચ કરતા વધારે વરસાદ નથી દેખાઈ રહ્યો. વરસાદ ન પડવાને લીધે ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે.

હવમાન વિભાગે આગાહી કરી છે કે, 5, 6 અને 7 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો 8 અને 9 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવો વરસાદની પડી શકે છે. ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છ. જેમાં સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે જ્યારે 15 જુલાઈ પછી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે.

 14 ,  1