‘લવ જેહાદીઓ સુધરી જાવ, નહીં તો રામ નામ સત્યની યાત્રા માટે તૈયાર રહો..’

‘રામ નામ સત્યની યાત્રા માટે તૈયાર રહે, કોઈપણ સ્થિતિમાં છોડવામાં આવશે નહીં..’

ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી લવજેહાદ સામે એક્શન માં આવે છે. લવ જેહાદની હંમેશા માટે નાબૂદ કરવા સીએમ યોગી કમર કસી લીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દેવરિયામાં ચૂંટણી સભાને સંબોધન કરતાં આ જાહેરાત કરી હતી. સાથે તેમને ચેતવણી પણ આપી હતી.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ કે, આ લોકો રામ નામ સત્યની યાત્રા માટે તૈયાર રહે. તેમને કોઈપણ સ્થિતિમાં છોડવામાં આવશે નહીં.’
યોગીએ કહ્યુ, ‘કાલ (શુક્રવાર) અલ્હાબાદ હાઈકોર્ટને એક આદેશ આપ્યો છે કે લગ્ન માટે ધર્મ પરિવર્તનને માન્યતા ન મળવી જોઈએ. આ કારણે સરકાર પણ નિર્ણય લઈ રહી છે કે અમે લવ જેહાદને કડક રીતે રોકવા કામ કરીશું. એક પ્રભાવી કાયદો બનાવીશું.’

સીએમ યોગીએ કહ્યું કે, અમે કાયદો લાવીશું. હું એ લોકોને ચેતવણી આપુ છું કે, જે પોતાની ઓળખ છુપાવીને અમારી બહેનોના સમ્માન સાથે રમત રમે છે તે સુધી જાય. જો ના સુધર્યા તો રામ નામ સત્યની યાત્રા તૈયાર રહો.

યોગીએ ખુલ્લી ચેતવણી આપનારાઓને કહ્યું હતું કે, છુપા વેશમાં, નામ છુપાવીને જે લોકો દિકરીઓની ઈજ્જત સાથે છેડછાડ કરે છે, તેમને હું ચેતવણી આપુ છું કે તેની રામ નામ સત્યની યાત્રા કાઢી નાખવામાં આવશે. અમે લોકો મિશન શક્તિના કાર્યક્રમને તે માટે ચલાવી રહ્યાં છીએ. મિશન શક્તિ કાર્યક્રમનો અર્થ એ છે કે, અમે દરેક માતા-બહેનને સુરક્ષાની ગેરંટી આપીશું. છતાં દુસ્સાહસ કર્યુ તો ઓપરેશન શક્તિ હવે તૈયાર છે. તેનો ઉદ્દેશ્ય છે કે, અમે કોઈપણ ભોગે તેની સુરક્ષા કરીશું. તેમના સન્માનની રક્ષા કરીશું. ન્યાયાલયના આદેશનું પાલન થશે અને બહેન-પુત્રીઓનું સન્માન થશે.

 14 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર