આ રાજ્યમાં કડક લોકડાઉનની કરાઈ જાહેરાત

કોરોના પ્રતિબંધોની રાહતે બાજી બગાડી નાખી

દેશના અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર કાબુમાં આવી ગઈ છે પરંતુ ઘણા રાજ્યોમાં હજુ પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન કેરળમાં વધી રહેલા કોરોનાના કેસને જોતાં ફરી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કેરળ સરકાર દ્વારા એક નિવેદન બહાર પાડીને જણાવાયું કે રાજ્યમાં 24 અને 25 જુલાઈએ પૂર્ણ લોકડાઉન રહેશે. ઈદના પ્રસંગે વિજયન સરકારે

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કહ્યું કે, રાજ્યમાં લગાવવામાં આવેલા કોવિડ-19 પ્રતિબંધો એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ કેરળમાં 1,26,894 એક્ટિવ કેસ છે. જ્યારે 30,45,310 લોકો કોરનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 15,512 કોરોના દર્દીના મોત થયા છે.

નોંધનીય છે કે, કેરળની વિજયન સરકારે ઈદના પ્રસંગે 18-19 અને20 જુલાઈએ એમ 3 દિવસ લોકડાઉનમાં છૂટ આપી હતી પરંતુ હવે કોરોનાના કેસોમાં અચાનક વધારો થતા કડક લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. ભારતમાં છેલ્લા એક સપ્તાહથી કુલ કેસના અડધા કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાંથી જ સામે આવી રહ્યા છે.

 81 ,  1