સારા વૈશ્વિક સંકેત સાથે શેરબજારની મજબૂત શરૂઆત…

 સેન્સેક્સ 500 અંક ઉછળ્યો, નિફ્ટી 17000ની ઊપર

સપ્તાહના પહેલા કારોબારી દિવસે જબરદસ્ત ઘટાડા સાથે કારોબાર પૂર્ણ કરનાર ભારતીય શેરબજારમાં આજે કારોબારની શરૂઆત થી છે. ગ્લોબલ માર્કેટથી આજે સારા સંકેતની અસર સાથે શેરબજાર મજબૂત સ્થિતિ તરફ કારોબાર આગળ ધપાવી રહ્યું છે.

આજે સેન્સેક્સ 57,125.98 ઉપર ખુલ્યો હતો જેનું ગઈકાલનું બંધ સ્તર 56,747.14 હતું. પ્રારંભિક કારોબારમાં ઇન્ડેક્સ 57,306.83 ના ઉપલા અને 56,992.27 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ આજે 17,044.10 ની સપાટીએ ખુલ્યો હતો જે 17,078.65 સુધી ઉપલા સ્તરે અને16,987.75 સુધી નીચલા સ્તરે જોવા મળ્યો હતો.નિફટી સોમવારે 16,912.25 ની સપાટીએ બંધ થયો હતો.

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 949 પોઈન્ટ (1.65%) ના ઘટાડા સાથે 56747 પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 284 પોઈન્ટ (1.65%) ઘટીને 16912 પર બંધ થયો હતો.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 451.45 અંક એટલે કે 0.80 ટકાના વધારાની સાથે 57198.59 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 135.20 અંક એટલે કે 0.80 ટકા ઉછળીને 17047.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑયલ એન્ડ ગેસ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક 0.02-1.62% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 1.18 ટકા વધારાની સાથે 36,157.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક, અદાણી પોર્ટ્સ અને ટાટા મોર્ટ્સ 1.56-2.61 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, સિપ્લા, ડિવિઝ લેબ અને સન ફાર્મા 0.02-0.73 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં ઈન્ડિય હોટલ્સ, ક્રિસિલ, એબી કેપિટલ, આદિત્ય બિરલા ફેશન અને આરબીએલ બેન્ક 1.84-2.94 ટકા સુધી ઉછળા છે. જ્યારે રેમ્કો સિમેન્ટ, અજંતા ફાર્મા, ટોરેન્ટ પાવર, એન્ડયોરન્સ ટેક્નોલોજી અને ગ્લેન્ડ 0.23-0.83 ટકા ઘટ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં 63 મૂન્સ ટેક, ટેક્નોક્રાફ્ટ, એમએમટીસી, રેમ્કી ઈન્ફ્રા અને મંગલમ ઑર્ગન 5.57-9.97 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કોપરન, પ્રિવિ સ્પેશલ, ગુજરાત અપોલો, હરક્યુલ્સ હોઈસ્ટ્સ અને નેક્ટડિજિટલ 2.11-3.5 ટકા સુધી તૂટ્યા છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી