September 28, 2020
September 28, 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર વિરૂદ્ધ વિદ્યાર્થિનીએ નોંધાવી સતામણી અને માનસિક ત્રાસની ફરિયાદ

યુનિવર્સિટી પોલીસે પ્રોફેસરની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી

રાજકોટમાં એક વિદ્યાર્થિની પર ગોલ્ડ મેડલની લાલચ આપી પ્રોફેસરે જાતિય સતામણી તેમજ માનસિક ત્રાસ ગુજાર્યો હોવાનો આરોપ લાગ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર વિક્રમ વાકાણી વિરૂદ્ધ ફરિયાદ નોધાઇ છે. પ્રોફેસર પર વિર્ધાર્થિની સાથે જાતિય પજવણી અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે. હાલ આ માલે પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

મળતી વિગત મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.પી.ડી ભવનના પ્રોફેસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રોફેસર વિક્રમ વંકાણી વિરુદ્ધ શારીરીક શિક્ષણ ભવનની પી.એચ.ડીની વિદ્યાર્થિનીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સતામણી અને એટ્રોસીટીની વિદ્યાર્થિનીએ પ્રોફેસર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે અધ્યાપકને લીધો સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

હાલ આ મામલે વધુ માહિતી માટે રાહ જોવાઇ રહી છે. ટૂંક સમયમાં પોલીસ આ મામલે માહિતી આપશે. હાલ પોલીસે આરોપી પ્રોફેસરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર