કવાંટ: જીવના જોખમે ભણતર, ક્યાં સુધી ગામવાસીઓ થશે હેરાન

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓ તેમજ કોઝવે ધોવાઇ ગયા છે. જેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. કવાંટ તાલુકાના મોટાઘોડા નારૂકોટ વચ્ચે પસાર થતી કરા નદીનો  કોઝવે સંપૂર્ણપણે ધોવાઈ જતાં, અવર જવરમાં મુશ્કેલી સર્જાઇ છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ ગામવાસીઓ જીવના જોખમે પુર જેવા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.

મોટાઘોડાથી નારૂકોટ વચ્ચેના આ ચેકડેમ આ વિસ્તારની પ્રજા તેમજ વિદ્યાર્થીઓ માટે પગપાળા આવવા જવાનો સીધો અને સાવ ટુંકો માર્ગ છે નદી પસાર કરવી સીધા નદીમાં ઉતરવું લોકોને જોખમ કારક લાગે છે કારણ કે કરા નદીમાં ઠેર ઠેર પાણીમાં ઊંડા (દરા ) ખાડા પડ્યા છે. પ્રજાજનો તેમજ વિદ્યાર્થીઓને ક્યાંક ઊંડા પાણીમાં ડૂબી જવાય તેવો ભય સતાવી રહ્યો છે.

તો બીજી તરફ અનેક રજૂઆત કરવા છતાં પણ જવાબદાર તંત્ર યોગ્ય નિકાલ લાવવામાં બેદરકાર દાખવે છે. હવે એ જોવું રહ્યું કે આ વિદ્યાર્થીઓ તેમજ ગામલોકની વહારે તંત્ર ક્યારે આવે… વિદ્યાર્થીઓ ને જીવના જોખમે ભણતર મેળવતા વિદ્યાર્થીઓ ને મુશ્કેલીમાંથી ક્યારે છુટકારો અપાવશે…

પ્રતિનિધિ: રફીક મકરાણી, છોટાઉદેપુર

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી