વિદ્યાર્થીઓ તૈયાર રહો : ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા આ તારીખે યોજાશે

શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમ કસોટીનો કાર્યક્રમ જાહેર

ગુજરાતમાં કોરોના કેસો નહિવત આવતા તબક્કાવાર છૂટછાટ આપતા રાજ્ય સરકારે શાળાઓ પણ અનલોક કરી દીધી છે. શાળાઓમાં ફરીથી ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ સ્થિતિ વચ્ચે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી12ની પ્રથમ કસોટીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષાના કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં ધોરણ 9થી12ની પ્રથમ કસોટી એક સાથે 18થી27 ઓક્ટોબર દરમિયાન લેવાશે. સ્કૂલોએ ફરજિયાત બોર્ડ દ્વારા આપવામાં આવેલા પ્રશ્નપત્ર અને સમયપત્રક મુજબ જ પરીક્ષા લેવાની રહેશે. એટલુ જ નહીં પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ 9થી12ની પ્રથમ કસોટી 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન યોજવામાં આવશે. આ પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત પરીક્ષા અંગેની સૂચનાઓ બહાર પાડી હોવાનું જાણવા મળે છે. જે મુજબ આ પરીક્ષાનું આયોજન 18થી 27 ઓક્ટોબર દરમિયાન કરવા માટે જાણવા મળ્યું છે.

 78 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી