ચૂંટણી ટાણે પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓ મુઝવણમાં, લેખિતમાં કરી રજૂઆત

ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ચૂંટણી પહેલા પરીક્ષા યોજાય તેવી માંગ સાથે રાજ્યપાલ તેમજ યુનિ.વાઇસ ચાન્સલરને આવેદનપત્ર પાઠવ્યું છે. વિદ્યાર્થીઓ હાલ ચૂંટણી દરમિયાન લેવામાં આવી રહેલી પરીક્ષાને લઇ મુઝવણમાં મૂકાયા છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ચૂંટણીના ટાણે પરીક્ષા હોવાથી તેઓ પોતાના મૂળ વતનમાં જઇ મતદાન નહીં કરી શકે. જો ચૂંટણી પહેલા પરીક્ષા લેવાય તો તેઓ પોતાના વતનમાં જઇ પોતાનો મત અધિકાર આપી શકે. ત્યારે વિદ્યાર્થીઓ મત અધિકારથી વંચિત ન રહે તે માટે લેખિતમાં રજૂઆત કરી, પરીક્ષા વહેલી લેવા નમ્ર વિનંતી કરી રહ્યા છે.

 46 ,  3