વિદ્યાર્થીઓ છેલ્લા 20 દિવસથી પુસ્તકો વિના ભણે છે…

સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં શાળા ખુલ્યાના 20-20 દિવસ વીતવા છતાય બજારમાં અંગ્રેજી માધ્યમના પુસ્તકોનો અભાવ વર્તાઈ રહ્યો છે. એક બાજુ સરકાર NCRTના પુસ્તકો ફરજીયાત કાર્ય છે, જે વખાણવા લાયક નિર્ણય છે, પરંતુ સમયસર બાળકોને પુસ્તકો પોહ્ચાડવાની જવાબદારી પણ સરકારની છે, એમ કહીને વાલીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે કે પાઠ્યપુસ્તકો વગર બાળકો ભણશે શું…?

આજે શાળા ખુલ્યાને 20 દિવસથી વધુનો સમય થઇ ગયો છે, છતાય બજારમાં અંગ્રેજી માધ્યમની SSની ચોપડી શોધ્ય મળતી નથી. પાઠ્યપુસ્તક વિક્રેતાના જણાવ્યાં અનુસાર, ધોરણ 6-7-8-10 ની અંગ્રેજી માધ્યમની ચોપડીમાં સરકારે સિલેબસ ચેન્જ કર્યો છે, જેના કારણે આ પુસ્તકો હજુ સુંધી બજારમાં આવ્યા નથી. અને હજુ એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.

આ અંગે સાબરકાંઠા જીલ્લાના શિક્ષણાધિકારી સુશ્રી નીતાબહેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં તેમને આ અંગે કોઈ જ માહિતી નથી. હું મંડળમાં વાત કરીને પછી આપને જણાવીશ.

ધોરણ 10ની વાત કરીએ તો જુન મહિનો પૂરો થવા આવ્યો છે. માર્ચ 2020માં તેમની બોર્ડની પરીક્ષાઓ પણ શરુ થઇ જશે. તો આવામાં વિદ્યાર્થી પાસે નવા અભ્યાસક્રમને અનુરૂપ તૈયારી કરવા માટે માત્ર 8 મહિના જેટલો ટૂંકો સમય જ બચે છે. ગાંધીનગર ખાતે પાઠ્યપુસ્તક મંડળમાં ફોન કરતા માત્ર ફોનની રીંગ જ વાગ્યા કરે છે કોઈ જ ફોન ઉપાડતું નથી.

રાજ્ય સરકાર એટલું નાનું પ્લાનિંગ કરીને બાળકોને સમયસર પુસ્તકો પહોંચાડવામાં કેમ પાછી પડી રહી છે…? તે એક વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે.

 20 ,  1