સુરતમાં પોલીસની દાદાગીરી સામે વિદ્યાર્થીઓનો વિરોધ, રસ્તા પર ઉતરી આવ્યા..

યુનિવર્સિટી બહાર રસ્તા પર બેસીને કરી રહ્યા છે સૂત્રોચ્ચાર

સુરતના યુનિવર્સિટી કેમ્પલમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવ્યા બાદ પોલીસ પર વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તનું કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિએ ગરબાની મંજૂરી આપી હોવા છતા કેમ્પસમાં કોની મંજૂરીથી ગરબા રમો છો કહી પોલીસે વિદ્યાર્થીઓ પર દમન ગુજારાર્યું સામે આવ્યું છે. સમગ્ર ઘટના બાદ પોલીસની દમનકારી નીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે ઘટના મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને JCPને તપાસ સોંપાઈ છે.

તો બીજી તરફ વિદ્યાર્થીઓ આ મામલે ઉગ્ર વિરોધ કરી રસ્તા વચ્ચે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

યૂનિવર્સિટીના કોન્વેશન હોલની સામે એબીવીપીએ ગરબાનું આયોજન કર્યું હતું. તેના માટે યૂનિવર્સિટીમાંથી પરવાનગી લેવામાં આવી હતી. સોમવારે સાંજે 7 વાગે ગરબામાં નિયમથી વધુ વિદ્યાર્થીઓ હોવાની શંકાના આધારે ઉમરા પોલીસ પહોંચી હતી. પોલીસે વિદ્યાર્થીને અટકાવ્યા તો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો તો પીસીઆર વાન પરત ફરી. પછી પીસીઆર વાનમાં ઘણા પોલીસકર્મીઓ આવ્યા. અને એબીવીપીના પ્રદેશ મંત્રી હિમાલય સિંહ ઝાલાની સાથે ખેંચતાણના કરી તો મામલો ઉગ્ર બની ગયો. પોલીસ હિમાલય સિંહ અને કેમ્પસ મંત્રી ઇશાન મટ્ટુ સહિત પાંચ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઇ ગયા. 

વિદ્યાર્થીઓલોકઅપની બહાર આવતાં જ જોરદાર હંગામો શરૂ થઇ ગયો. વિદ્યાર્થીઓ ત્રણ કલાક સુધી ધરણા પ્રદર્શન કરતા રહ્યા. તેમણે કહ્યું કે જ્યાં સુધી પોલીસ ઇંસ્પેક્ટર કેઆઇ મોદી આવીને માફી નહી માંગે ત્યાં સુધી વિદ્યાર્થીઓ પરત જશે નહી. એબીવીપી આજે આંદોલન કરશે. 

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી