હવે વિદ્યાર્થીઓના લેવાશે ‘સોઇકો મેટ્રિક ટેસ્ટ, 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાશે

રાજ્યમાં હવે ધો-10ની પરિક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓ માટે ‘સોઇકો મેટ્રિક ટેસ્ટ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને કયા ફિલ્ડમાં પોતાની કારકિર્દી બનાવી તે અંગે એક કસોટી કરવામાં આવશે.

આ કસોટી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને પુનાની શ્યામચી આઇ ફાઉન્ડેશન મળીને આયોજીક કરશે. જેમાં 6 લાખ વિદ્યાર્થીઓ જોડાશે. સમગ્ર કસોટી મોબાઇલ એપ્લિકેશન મારફતે લેવાશે.

આપને જણાવી દઇએ, વર્ષ 2018-19માં આ કસોટી 5.18 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. ધોરણ 10 વિદ્યાર્થીઓના કેરિયર માટે મહત્વનું હોય છે. કારણ કે ધો.10ના પરિણામ બાદ વિદ્યાર્થી આગળના અભ્યાસ માટેની સ્ટ્રીમ પસંદ કરે છે. આ કસોટીથી વાલીઓને મદદ મળશે કે પોતાના સંતાનને કયા ફિલ્ડમાં રસ છે.

એટલું જ નહીં, કસોટી બાદ વિદ્યાર્થીને જે કોર્સ કે સ્ટ્રીમમાં રસ હોય તેની તમામ માહિતી વાલી સુધી પહોંચાડવામાં આવશે

 94 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી