સુરતમાં વિદ્યાર્થીનો આપઘાત, ફી ન ભરી શકતા ટૂંકાવ્યુ જીવન

વાઈબ્રન્ટ ગુજરાતમાં શિક્ષણની ‘અવદશા’ની ઉજાગર કરતી ઘટના

એક બાજુ સરકાર 5 ટ્રિલિયન ઈકોનોમી તરફ નજીક હોવાનો દાવો કરાય છે ત્યાં બીજી બાજુ રાજ્યમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જેને સમગ્ર ગુજરાતને શરમમાં મુકાવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાં એક ધોરણ-12 માં ભણતા વિદ્યાર્થીએ ફી ન ભરી શકવાના કારણે આપધાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

સુરત શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે રાજ્યમાં શિક્ષણની દશા કેવી છે તેને ઉજાગર કરી દીધી છે. જી હા, સુરત શહેરમાં એક વિદ્યાર્થીઓ આપઘાત કરી દીધો છે. તેણે આ આપઘાત કેમ કર્યો તે જ મુખ્ય કારણ છે જેણે શિક્ષણ પ્રણાલી કઇ દિશામાં ચાલી રહી છે તે બતાવ્યુ છે. આપને જણાવી દઇએ કે, સુરત શહેરમાં એક ધોરણ-12 માં ભણતા વિદ્યાર્થીએ માત્ર એટલે પોતાનું જીવન ટૂંકાવ્યું કારણ કે તે પોતાની શાળામાં ફી ભરવા માટે સક્ષમ નહતો. ભણવાની ઇચ્છા શક્તિ અને ફી ન ભરી શકવાની મજબૂરી વચ્ચે ધોરણ 12 નાં આ વિદ્યાર્થીએ આપઘાત કરવાનું વિચાર્યુ.

સુત્રો કહી રહ્યા છે કે, ઘણા સમયથી તે શાળાની ફી ન ભરી શકવાના કારણે માનસિક રીતે ચિંતિત હતો. વળી આ પહેલા તે જ્યારે કોરોના મહામારીનાં કારણે લોકડાઉનમાં શાળા બંધ હોવાથી હીરાની નગરીમાં હીરા ઘસવા માટે જતો હતો. પરંતુ તેને એટલુ વેતન ન મળી શકતુ હોવાના કારણે તે સતત ચિંતામાં રહેતો હતો. ભણી ગણીને આવતા ભવિષ્યમાં મોટો માણસ બનવાની ઇચ્છા ધરાવતા આ વિદ્યાર્થીની જીંદગીની ડોર એટલા માટે તૂટી ગઇ કારણ કે તે શાળાની ફી ન ભરી શક્યો.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી