રીક્ષામાં સ્ટંટ કરવો ભારે પડ્યો, ઓઢવ પોલીસે યુવકની કરી ધરપકડ : Video

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયોને પોલીસે તપાસ આદરી

ઓઢવ રીંગ રોડ પર આવેલ પામ હોટલ ત્રણ રસ્તા પાસે રીક્ષા ચાલક પૂરપાટ ઝડપે રીક્ષા હંકારી રીક્ષાનું એક ટાયર હવામાં રાખી સ્ટંટ કરતો હતો. આ અંગેનો વીડિયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યો હતો. જેના પગલે ઓઢવ પોલીસે રીક્ષા ચાલકના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

શહેરમાં એક રીક્ષા ચાલક ઓઢવ રીંગ રોડ ઉપર પામ હોટલ ત્રણ રસ્તા પર રીક્ષા બેદરકારી પૂર્વક ચલાવી રીક્ષાનું એક ટાયર હવામાં રાખી સ્ટંટ કરતો હતો. તે અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયો હતો. ઓઢવ પોલીસેને પણ તે વિડીયોની જાણ થઈ હતી. જેથી વીડિયોના આધારે ઓઢવ પોલીસે રીક્ષાની નંબર પ્લેટ પરથી સ્ટંટ કરના યુવકને ઝડપી લીધો હતો. પોલીસની પુછપરછમાં યુવકે પોતાનું નામ સુમિત ગોપાલભાઈ શર્મા (રહે. કૃષ્ણનગર) હોવાનું જણાવ્યું હતું. તથા તેણે કબુલ પણ કર્યું હતું કે, તે રાત્રીના સમયે ઓઢવ રીંગ રોડ પર આવેલ પામ હોટલ ત્રણ રસ્તા પાસે રીક્ષાનું એક ટાયર હવામાં રાખીન સ્ટંટ કરતો હતો. જેથી પોલીસે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

સોશિયલ મીડિયા પર પોલીસની નજર

સોશિયલ મીડિયા પર શહેર પોલીસની બાજ નજર હંમેશા રહે છે. તેથી જ જે જે વીડિયો સોશિયલ પર વહેતા થાય છે તેમાં પોલીસ એક્શન લે છે તેવા સંખ્યાબંધન કિસ્સા છે. જેમાં લોકડાઉન વખતે ઈસનપુરમાં એક યુવતી બ્રીજ પર ઊંધીને ઈસનપુરનો બ્રીજ પડી ગોય છે કોરે કોરો લોકડાઉન ખોલો મોદી જી લોકડાઉન ખોલો એવો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયા ઈસનપુર પોલીસ ઓક્શનમાં આવીને યુવતીની અટકાયત કરી હતી. ત્યારબાદ થોડા દિવસ પહેલા રામોલ વિસ્તારમાં એક યુવકે તલવાર વડે કેપ કાપી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી જેનો વીડિયો વાયરલ થતાં પોલીસે યુવક સહિતના મિત્રોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત લગ્નમાં ફાયરિંગ કરનાર વરરાજાની ઓઢવ પોલીસે ધરપકડ કરી હતી. આ તમામ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસને ધ્યાને આવ્યા હતા.

 57 ,  1