મહારાષ્ટ્ર : જલગાંવથી સુરત આવતી બસ કોંડાઇબારી ઘાટ ઉપરથી ઉંડી ખીણમાં ખાબકી, 4 લોકોના મોત

સુભમ ટ્રાવેલ્સની લક્ઝરી બસ ખાઇમાં ખાબકી, 30થી વધુ મુસાફરો ઘાયલ

ગુજરાતની સરહદ નજીક મહારાષ્ટ્રમાં નવાપુરના કોંડાઈભારી ઘાટ ખાતે એક લક્ઝરી બસ દુર્ઘટનાનો ભોગ બની હતી. જેમાં 4 લોકોના મોતના સમાચાર છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી વિગત મુજબ, જલગાંવથી સુરત આવતી બસ કોંડાઇબારી ઘાટ ઉપરથી 40 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરીમાં લાગી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની વિગત મુજબ, નવાપુર-ધુલે-સુરત રાષ્ટ્રીય નેશનલ હાઇવે નં 6 પર વિસરાવાડી નજીક કોંડાઈબારી ઘાટમાં જલગાંવથી સુરત તરફ જતાં કોંડાઈભારી ઘાટની દરગાહ પાસેના પુલ પરથી મોડીરાત્રે 2 વાગ્યે સુભમ ટ્રાવેલ્સની લક્ઝરી બસ નીચે ખાબકી હતી. દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, કે કેવી રીતે બચ ખાઇમાં ખાબકી..આ અકસ્માતમા 4 મુસાફરોનું મોત થયું છે. 30 ઇજાગ્રસ્ત થયા છે. સૌથી વધુ સુરત અને જલગાવના ઇજાગ્રસ્ત છે. જ્યારે મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, સુભમ ટ્રાવેલ્સની બસમા 40 મુસાફરો હતા. આ અકસ્માતમાં 4 મુસાફરો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા અને 30થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત રાત્રેના 2 થી 2.30ની વચ્ચે બન્યો હતો. જેથી મુસાફરો સૂતા હોવાથી ઘાયલોની સંખ્યા વધુ હોય શકે છે. ઘણા મુસાફરો બસમાં ફસાઈ પણ ગયા હતા. જેમને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 56 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર